Gujarat

ચીખલી મથકમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા પોલીસ કર્મીએ ગળેફાંસો ખાધો

નવસારી
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. તમે ઘણી વખત એવી ઘટનાઓ સાંભળી હશે, તેમાં કેટલાક લોકો નાની નાની વાતમાં સુસાઇડ જેવું મોઢું પગલું ભરી લેતા હોય છે. ત્યારે નવસારીમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નવસારી જિલ્લાના ચખલી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.મળતી માહિતી અનુસાર પોલીસ કર્મચારીએ પોતાના સરકારી ક્વાર્ટરમાં આ પગલું ભર્યું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે ભાગદોડ મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા હેડ કોન્સ્ટેબલનું નામ સંજય પટેલ હતું અને તેઓ ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. જાણવા મળી રહ્યું છે કે હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પાછલા કેટલાય દિવસોથી બીમાર રહેતા હતા. જેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હશે તેવું પ્રાથમિક તારણ પોલીસ કર્મચારીઓએ આપ્યું છે.સંજય પટેલના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ છે. સંજય પટેલનું મોત થતા જ બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સંજય પટેલ સુરત જિલ્લાના મહુવા પાસેના મૂળ રહેવાસી હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સંજય પટેલનું મોત થતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *