ગુનાની વિગતઃ-
(૧) ગઇ તા.૩૧/૦૫/૨૦૨૩ નાં રોજ મોહનભાઇ બાલાભાઇ પરડવા, ઉ.વ.૪૫, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાના મોબાઇલ ફોનમાં અજાણ્યા નંબરથી દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ રહે.દોલતી વાળાએ ફોન કરેલ, અને પોતાની ઉપર દોલતી ગામના પાંચાભાઇ બચુભાઇ હડીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશન, સુરત શહેર ખાતે અપહરણનો કેસ કરેલ હોય, જે કેસમાં સમાધાન કરવા મીડીયેટર તરીકે રહેવા કહેતા, મોહનભાઇએ મીડીયેટર તરીકે રહેવાની ના પાડતા, આ દાદેશ ઉર્ફે દાદુ ફોનમાં ગાળો આપી, મારી નાખવાની ધમકી આપેલ હોય, જે અંગે મોહનભાઇએ આ દાશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ વિરૂધ્ધ ફરીયાદ આપતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૦૫૩૨૩૦૧૮૩/ ૨૦૨૩ આઇ.પી.સી.કલમ ૫૦૭, ૫૦૬(૨) મુજબનો ગુન્હો રજી. થયેલ
(૨) ઉપરોકત મોહનભાઇની ફરીયાદના આરોપી દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુજસીટોકના ગુનાઓમાં દેવાયતભાઇ વાઘાભાઇ બલદાણીયા, ઉ.વ.૬૪, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા સાક્ષી તરીકે હોય, જે કેસમાં સમાધાન કરાવી લેવાના ઇરાદે આ દાદેશ ઉર્ફે દાદુએ ગુનાહીત હંસદો પાર પાડવા કાવતરૂ રચી, ગઈ તા.૦૮/૦૬/૨૦૨૩ ની રાત્રીના સહ આરોપીઓએ આ દેવાયતભાઇના રહેણાંક મકાનના દરવાજે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી, દરવાજે આગ ચાંપી, સી.સી.ટી.વી. કેમરા તોડી નુકશન કરી, એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય, જે અંગે દેવાયતભાઇએ આ દાદેશ ઉર્ફે દાદુ તથા અન્ય આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા સાવરકુંકલા રૂલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૦૫૩૨૩૦૧૮૯/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૧૨૦બી, ૩૪, ૧૪૩૬, ૪૨૭,
૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ઉપરોકત ગુનાઓનો આરોપી દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ રહે.દોલતી વાળો કાપોદ્રા પો.સ્ટે. સુરત શહેર ગુ.ર.નં. ૦૪/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઇ), પોકસો એકટ કલમ ૩(એ), ૪, પ ્એલ), ૬, ૧૭, ૧૯ મુજબ તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦, ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (GCTOC) અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧) ની પેટા (૧) તથા કલમ ૩(૧) ની પેટા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૩) તથા કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબના ગુનાઓમાં કાચા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હોય, મજકુર કેદી તા.૧૨/૦૮/૨૦૧૨ થી તા.૧૮/૦૮/૨૦૨૨ સુધી વચગાળાના જામીન મંજુર થયેલ, અને તા.૧૯/૦૮/૨૦૨૨ ના રોજ હાજર થવાનું હોય, પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયેલ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાઓમાં સંડોવાયેલ તેમજ વચગાળાની જામીન રજા પરથી લાજપોર મધ્યસ્થ જેલ, સુસ્તના કાચા કામના છેલ્લા ૧૦ માસથી ફરાર કેદીને મેકલિઓફ ગંજ, ધર્મશાળા, હિમાચલ પ્રદેશથી ઝડપી લઇ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ કેદી:-
દાદા ઉર્ફે દાદેશ ઉર્ફે દાદુ નાથાભાઈ ચાંદુ, ઉ.વ.૩૪, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ રહે.મેકલિઓક
ગંજ, ધર્મશાલા (હિમાચલપ્રદેશ
મજકુર આરોપી The Hollywood Café નામના રેસ્ટોરન્ટમાં વેઇટર/સફાઇ કામદાર તરીકેની નોકરી કરતો હતો અને કુલદીપ નામે ખોટુ નામ ધારક કરી, ખોટુ આધારકાર્ડ બનાવી રહેતો હતો.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ- પકડાયેલ આરોપી દાન્દેશ ઉર્ફે દાદુ નાથાભાઇ ચાંદુ વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ કલમ ૩૮૫, ૩૮૭, ૩૨૩, ૫૦૪,
૫૦૬(૨), ૫૦૭, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ. (૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૪/૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૪૪૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪,
તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ, (૩) કાપોદ્રા પો.સ્ટે. સુરત શહેર ગુ.ર.નં. ૦૪/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(આઇ), પોકસો
એકટ કલમ ૩(એ), ૪, પ(એલ), ૬, ૧૭, ૧૯ મુજબ (૪) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૦૧૩૨૦/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૧૮૮, ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૮૪, ૧૯૩, ૫૧૧, ૧૨૦(બી), ૧૧૪, ૩૪, તથા પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩,
૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ. (૫) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦, ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ
નિયંત્રણ (GCTOC) અધિનિયમ ૨૦૧૫ ની કલમ ૩(૧) ની પેટા (૧) તથા કલમ ૩(૧) ની પેટા (૨) તથા
કલમ ૩(૨) તથા કલમ ૩(૩) તથા કલમ ૩(૪) તથા કલમ ૩(૫) મુજબ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, તુષારભાઈ પાંચાણી, હરેશભાઇ કુવારદાસ, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


