Gujarat

શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીનો કાર્યક્રમ યોજાયો

*શ્રી હડિયાણા કન્યા શાળા ખાતે બાળ સાહિત્યકાર કિરીટભાઈ ગોસ્વામીનો કાર્યક્રમ યોજાયો*

આજરોજ જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં બાળ સાહિત્યકાર તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ કિરીટભાઈ ગોસ્વામી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આજરોજ શાળાના મ.શી. ચંપકભાઈ

ધમસાણીયા દ્વારા કિરીટભાઈ ગોસ્વામી અને નિલેશભાઈ દુધાગરાનું પુષ્પગુચ્છથી તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આજરોજ કિરીટભાઈ ગોસ્વામી તથા નિલેશભાઈ દુધાગરા દ્વારા બાળકોને વિવિધ બાળગીતો, બાળવાર્તાઓ, અભિનય ગીત વગેરે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદભાઈ મકવાણા દ્વારા કિરીટભાઈ ગોસ્વામી તથા નિલેશભાઈ દુધાગરાનો સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો…..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા……….

IMG-20231213-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *