માટીને નમન અને વિરોને વંદન સૂત્ર સાથે દેશની આઝાદી માં બલિદાન આપનાર વીરો ને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરી દેશ દાઝને જગાડવા માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીમાં મારી માટી..મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેકટર મુકેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પ્રમુખ અને આદિજાતિ વિભાગના ડિરેકટર જશુભાઈ રાઠવા,તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ ,તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા ,કારોબારી અધ્યક્ષ વાનુબેન વસાવા પ્રોબેશનલ નાયબ કલેકટરને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સુધીર બારડ સહિત તાલુકા પંચાયતના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,કાર્યક્રમમાં દેશની સેવા કાજે સેનામાં ફરજ નિભાવી સેવાનિવૃત અને હાલ જેતપુરપાવી TDO દિપક ચૌધરી અને તેજગઢના તલાટી કમ મંત્રી બાલુભાઈ ભરવાડ ને મહાનુભાવોએ શાલ ઓઢાઢી સન્માન કર્યું હતું ,સાથે તાલુકા પંચાયત કચેરીમાં કરાયેલ શીલા ફલકમને ખુલ્લી મૂકી પુષ્પ અર્પણ કરી માટી હાથમાં લઈ સંકલ્પ લીધા હતા અંતે ધ્વજારોહણ કરી રાષ્ટ્રગીત સાથે સલામી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


