*સિદ્ધપુરમાં જીઆઇડીસી ફેસ-૨ શરૂ થતાં રોજગારીના વધુ દ્વાર ખુલશે- બલવંતસિંહ રાજપુત*
સિધ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે તે દરમિયાન પસવાદળની પોળ ખાતે રૂ.૭૫.૭૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જાહેર બગીચો, રૂ.૮૦.૧૫ લાખના ખર્ચે રાજપુરમાં બનાવવામાં આવેલ સીસી રોડ, પેપલ્લા વિસ્તારમાં રૂપિયા ૧૨.૧૧ લાખના ખર્ચે તૈયાર થયેલ આંગણવાડી કેન્દ્રનું મકાન તેમજ હરિશંકર ના આરા પાસે રૂપિયા ૭.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તેમના પ્રવચનમાં જણાવ્યું કે સિદ્ધપુરમાં અનેકવિધ વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં આજે વધુ ચાર કામોનું લોકાર્પણ કરી વિકાસ કામોમાં વધુ એક મોરપીંછ ઉમેરાઈ રહ્યું છે સિદ્ધપુર શહેરને ક્રમશઃ ધરોઈ ડેમ સહિત નર્મદા ડેમનું પાણી પીવા માટે મળે તેવું પણ આયોજન થશે gidc ફેસ ટુ પણ મંજૂર થયેલ છે તે શરૂ થયેથી રોજગારીના વધુ દ્વાર ખુલશે
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, ભાજપ જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, મંત્રી મનીષભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રભારી દિલીપભાઈ જોષી, શહેર પ્રભારી દાદુભા ચાવડા, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, નગરપાલિકા ઉપપ્રમુખ નારીભાઈ લચ્છીવાળા સહિત સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હત સિધ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર જીતેન્દ્ર પટેલે લોકાર્પણ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું

