Gujarat

જૂનાગઢ જિલ્લાના સફાઈ કામદારો અને તેના આશ્રિતોને લાભ લેવા અનુરોધ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં  ઉત્તીર્ણ થયેલાં સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોને ઇનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩માં ધોરણ ૧૦માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૪૧,૦૦૦, રૂ.૨૧,૦૦૦ અને રૂ.૧૧૦૦૦ આપવામાં આવશે. ઉપરાંત ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૩૧,૦૦૦, રૂ.૨૧,૦૦૦ અને રૂ.૧૧૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવશે.

        ઉલ્લેખનીય છે કે, આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૩ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અરજદારે તા. ૫ ઓગસ્ટ સુધીમાં https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ જાણકારી માટે જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ  નિયામક ( અનુજાતિ કલ્યાણ)ની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.૧/૩, સરદાર બાગ પાસે, જૂનાગઢનો  સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *