Gujarat

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ.

જિલ્લા કલેકટર કે. એલ .બચાણીના અધ્યક્ષસ્થાને તા. ૨૦-૦૭-૨૦૨૩ ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને જિલ્લામાં રોડ સેફટી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચન કર્યું હતું.
કલેકટર  કે. એલ. બચાણી દ્વારા NH-૪૭ અમદાવાદ ઈન્દોર હાઇવે પર રોડ સેફટીને ધ્યાને રાખી હાઈવે પરના ગેરકાયદેસર કટ બંધ કરવા તેમજ અકસ્માત સંભવિત વિસ્તારમાં જરૂરી સાઈનેજિસ બોર્ડ મૂકવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ તેમજ જાન્યુઆરી ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૩ના માસ વાર કુલ અકસ્માત, ફેટલની વિગતો પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન, સ્ટેટ દ્વારા રોડ પરના બ્લેક સ્પોટના અનુસંધાને જરૂરી રબર સ્ટેમ્પ, સ્પીડ બ્રેકર અને સાઈનીંગ બોર્ડ વગેરે મૂકવા સૂચન કરવામાં આવ્યું હતું.
કલેકટર  કે.એલ.બચાણી દ્વારા ચોમાસાની ઋતુમાં રસ્તામા પડતા ભુવા અને ખાડા પુરવા સંબધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. ચોમાસામા ઢોરો રસ્તા પર ટ્રાફિક ન કરે, ઉપરાંત નગરપાલિકા વિસ્તારોમાં કેચપીટની સફાઇ અંતર્ગત યોગ્ય માર્ગદર્શન નગરપાલિકાના અધિકારીઓને આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ,  જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઇજનેર, ડિવિઝન કંટ્રોલર, રોડ સેફ્ટી નોડલ અધિકારી અને મોટર વાહન નિરીક્ષક, તથા રોડ સેફ્ટી કમિટીના અન્ય સભ્યો અને હાઈવેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

IMG-20230720-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *