Gujarat

‘ધ વેક્સીન વોર’માં ઋગવેદના નાસદીય સૂક્તનું રોક વર્ઝન

સનાતન ધર્મના પાયા સમાન ઋગવેદના નાસદીય સૂક્તના મૂળ સ્વરૂપને જાળવીને હિન્દીમાં રોક સ્ટાઈલનું ફ્યુઝન રજૂ કરવાનો પ્રયાસ ‘ધ વેક્સીન વોર’માં થયો છે. સૂક્તનું ગાન રોક સ્ટાઈલનું હોવા છતાં તેના શાંત અને પવિત્ર સ્વરૂપને જાળવવા પ્રયાસ થયો છે. ગિટાર અને સિતારના કોમ્બિનેશન સાથે ટ્રેડિશનલ ફોક મ્યૂઝિક અને રોકની મદદ લેવામાં આવી છે. મંદિરમાં બેસીને સૂક્તનું ગાન સંભળતું હોય તેવો અનુભવ કરાવવા માટે મ્યૂઝિક અને મંત્રોચ્ચારને ગોઠવવામાં આવ્યા છે.

વિવેક અગ્નિહોત્રીએ ટિ્‌વટર એકાઉન્ટ પર આ ગીતને લોન્ચ કરતાં લખ્યું હતું કે, ઋગવેદનું નાસદીય સૂક્ત ધ વેક્સીન વોરમાં જાેવા મળશે. બ્રહ્માંડના સર્જન અંગે વિશ્વની સૌથી પહેલી પહેલી વૈજ્ઞાનિક થીયરીને આ સૂક્તમાં રજૂ કરાઈ છે. આ ગીતમાં પ્રાચીન હિન્દુ સભ્યતાના ઉન્નત વિજ્ઞાન અંગે સમજ મળે છે. બ્રહ્માંડના સર્જન પહેલાના શૂન્યાવકાશથી માંડીને બ્રહ્માંડના સર્જનને તેમાં રજૂ કરાયું છે.

આ ગીતની વચ્ચે ફિલ્મનું પ્રમોશન પણ કરાયું છે. જેમાં મીડિયાના નેગેટિવ પ્રચાર, રાજકીય કાવાદાવા અને સરકાર પર અવિશ્વા જેવા મુદ્દા રજૂ કરાયા છે. આ ફિલ્મના પ્રમોશન સાથે વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે, તેમની ફિલ્મને ફ્લોપ કરાવવા માટે ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે. ફિલ્મને નિષ્ફળ બનાવવા માગતા લોકો પાણીની જેમ પૈસા વાપરી રહ્યા હોવાનો આક્ષેપ વિવેક અગ્નિહોત્રીએ કર્યો હતો.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *