Gujarat

મહેસાણાનાં બોરીયાવી ગામે સૈનિક સ્કૂલ બનશે

મહેસાણા
ગુજરાતને આજે વધુ એક સૈનિક સ્કૂલની ભેટ મળી છે. મહેસાણાના બોરીયાવી ગામે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની આ પહેલી સૈનિક સ્કૂલ હશે, જે મહેસાણાથી ૧૧ કિલોમીટર દૂર બોરિયાવી ગામે ૧૧ એકર જમીનમાં રૂપિયા ૭૫ કરોડના ખર્ચે તૈયાર થશે.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે- ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં સમગ્ર દેશના યુવાધનને સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવાનો લાભ મળશે અને સેનામાં જાેડાવાનો તેમનો માર્ગ ખૂબ સરળ થઈ જશે. જાે કોઈ સેનામાં ન જાેડાય અને નાગરિક તરીકે જીવન જીવશે તો તેવા યુવાનોમાં પણ દેશભક્તિ અને શિસ્તના સંસ્કારોનું સિંચન કરવાનું કામ સૈનિક સ્કૂલ કરશે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *