“નારી વંદન ઉત્સવ”
—
મહિલાઓની કામકાજના સ્થળે થતી જાતીય સતામણી
સામે કાયદાકીય બાબતોનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા
—
અમરેલી તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૩ (શનિવાર) ગુજરાત રાજય સરકાર દ્વારા તા.૧ ઓગષ્ટ થી ૭ ઓગષ્ટ સુધી સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં વિવિધ કાયદાકીય બાબતોને આવરી લઇ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી થતી હોય તેવા સંજોગોમાં તેમને કાયદાકીય વિગતો અને તેનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવ્યા હતા.
સ્થાનિક સ્તરે ફરિયાદ સમિતિના અધ્યક્ષ શ્રી અરુણાબેન માલાણી, બગસરા તાલુકા પોલીસ વડા શ્રી આઈ.જે. ગીડા બગસરા, અમરેલી સીટી પોલીસ સ્ટેશન પી,એસ.આઇ.શ્રી સાંખટ નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર, એડવોકેટ શ્રી, વિવિધ કચેરીના મહિલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્ત્રીઓના શારીરિક શોષણને અટકાવવા માટે સ્ત્રી શક્તિ ઉજાગર કરવા માટેની સમજૂતી અધ્યક્ષશ્રી અરુણાબેન માલાણીએ આપી હતી. કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી-૨૦૧૩ કાયદા વિષે વિસ્તૃત સમજ એડવોકેટ શ્રી શોભીનીબેન દ્વારા આપવામાં આવી હતી. સ્ત્રીઓને પોતાનું આત્મરક્ષણ કેવી રીતે કરવું તે માટે પ્રતિકાત્મક ફિલ્મ પણ આ સેમિનારમાં દર્શાવવામાં આવી હતી. કર્મયોગી મહિલાઓની ઓળખ કરીને તેઓને વિશિષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


