તસવીર : મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રોયલ એકેડેમી અને કઠલાલ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રોયલ એકેડેમી ખાતે આંતરરાષ્ટ્રીય નશા નિષેધ દિવસના અનુસંધાને સેમિનાર યોજવામાં આવ્યો. આ સેમિનારમાં નશાથી થતા નુકસાનથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ ભવિષ્યમાં નશો ન કરવા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોયલ એકેડમી ના નિયામક શ્રી સેફ ખોખર ના માર્ગદર્શન હેઠળ ગણિત વિભાગના વડા પૂજા પટેલ દ્વારા કરવામાં આવ્યું.


