મકસુદ કારીગર,કઠલાલ
સ્વતંત્ર પર્વ ની પૂર્વ સંધ્યાએ કઠલાલના સરદાર ચોકમાંથી ધારાસભ્ય રાજેશ ઝાલાના અધ્યક્ષ પદ નીચે કઠલાલ શહેર તેમજ તાલુકાના તમામ ભાજપના કાર્યકરો દ્વારા વિભાજન વિભીશીકા સ્મૃતિ દિવસ અંતર્ગત મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કઠલાલ ના નગરજનો તેમજ તાલુકાના ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ રેલી સરદારના બાવલેથી નીકળી ગામ મધ્યથી ઉમિયા માતાના ચોક તરફ વળી પરત સરદારજીના બાવલાએ આવી હતી જ્યાં રાષ્ટ્રગીતો અને રાષ્ટ્રના સૂત્ર સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું