Gujarat

 જેતપુર પાવી વિધાનસભામાં  આવતા કવાંટ તાલુકાના કવાંટ -૩ બુથ નંબર ૨૫૬ ખાતે મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો, ઘારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કવાંટ-૩ બુથ નંબર ૨૫૬ ખાતે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મેરા બુથ સબસે મજબૂત સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું, જેમાં જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય  જયંતિભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત કારોબારી સભ્ય પીન્ટુભાઇ રાઠવા, ભાજપા આગેવાન ગોવિંદભાઇ રાઠવા, કવાંટ, બોડેલી અને જેતપુર તાલુકાના સંગઠન ના પ્રમુખ મંત્રી મહામંત્રી જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત ના સભ્યો સરપંચો બૂથમાં આવતા તમામ ભાજપા ના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230627-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *