Gujarat

સુરતમાં ધો.૧૦ ની વિદ્યાર્થીની ત્રીજા માળેથી ગેલેરીમાંથી ઊંધા માથે નીચે પટકાઈ

સુરત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતના વરાછા વિસ્તારના ચોક વિસ્તારના એક મકાનમાં કિશોરી મકાનની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. ધો.૧૦ ની વિદ્યાર્થીની ગેલેરીમાંથી ઊંધા માથે નીચે પટકાઈ હતી. જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ બહુ જ ડરાવના છે. સુરતમાં ઘરની ગેલરીમાં પગ સ્લિપ થતાં કિશોરી ફુટબોલની જેમ ઉછળીને ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. લોહીલુહાણ દીકરીને જાેઈ માતા પણ ત્યા ઢળી પડી હતી. ત્યારે કિશોરીની ગેલેરીમાંથી પડવાની ઘટના ઝ્રઝ્ર્‌ફ માં કેદ થઈ છે. સુરતનો આ કિસ્સો તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. કાચાપોચા લોકો પણ ન જાેઈ શકે તેવી આ ઘટના છે. બન્યું એમ હતું કે, શનિવારના રોજ બનેલી આ ઘટના છે. સુરતના વરાછા વિસ્તારમાં તુલસી પાર્ક સોસાયટી આવેલી છે. તુલસી પાર્કમાં નીચે કેટલાક વૃદ્ધો બેસ્યા હતા, તે સમયે અચાનક ઉપરથી એક કિશોરી નીચે બોલની જેમ પડી હતી. આ જાેઈ વૃદ્ધો ચોંક્યા હતા, અને તેઓએ જાેયુ કે, ત્રીજા માળથી એક કિશોરી નીચે પટકાઈ હતી. આ જાેઈ વૃદ્ધો ચોંકી ગયા હતા. જાેતજાેતામા ટોળુ એકઠુ થયુ હતુ. દીકરી બાલ્કનીથી સ્લીપ ખાઈને નીચે પટકાઈ છે, તેની જાણ થતા જ માતા પણ દોડતી આવી હતી. જ્યાં માતાએ જાેયુ કે, દીકરી લોહીલુહાણ હાલતમાં નીચે પડી છે. આ દ્રષ્યો જાેઈ માતા પણ બેહોશ થઈ ગઈ હતી. કિશોરીના ઉપરથી પડવાથી લઈને માતાના બેભાન થવાના દ્રશ્યો એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સદનસીબે કિશોરીનો જીવ બચી ગયો હતો. કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેણીનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયા હતા. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. જે સીધું માથું અથડાયું હોત તો કદાચ કિશોરીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોત.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *