Gujarat

જિલ્લા શિક્ષણ સમિતિ છોટા ઉદેપુર દ્વારા શિક્ષક સજ્જતા વર્કશોપનું સ્વામીનારાયણ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. જિલ્લાના 1400 જેટલાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા.

છોટાઉદેપુર પંથક માં નબળા શિક્ષણ અંગે આઇએએસ અધિકારી ના આક્ષેપ બાદ જિલ્લાનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. આજરોજ જીલ્લા ના તમામ શિક્ષકો ને શાળાકીય યોજનાંઓ , શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા  શાળા અને વિધાર્થીઓના વિકાસ લક્ષી પ્રોજેક્ટ્સ અને વિધાર્થીઓની કેળવણી માટે ચાલતી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને તેની અમલવારી અંગે ચર્ચાઓ કરવા છોટાઉદેપુર નગરના સ્વામીનારાયણ હોલ ખાતે શિક્ષક સજ્જતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1400 જેટલાં શિક્ષકો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લા પંચાયત છોટાઉદેપુરના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપમાં શિક્ષકોને અપાતા એવોર્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્કોલરશીપ યોજનાઓ અને શિક્ષકોની મૂળભૂત ફરજો અને કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યાં સુઘી ચાલનારા આ વર્કશોપમાં શિક્ષકોનો પ્રિટેસ્ટ લેવામાં આવ્યો હતો જ્યારે વર્કશોપ ના અંતે પોસ્ટ ટેસ્ટ પણ લેવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતુ.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230704-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *