NCSTC-ન્યુ દિલ્હી અને ગુજકોસ્ટ ગાંધીનગરનાં આર્થિક સહયોગથી શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ તથા ડી.ઈ.ઓ.કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી જામનગરનાં સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૩ (NCSC-2023) અંતર્ગત “મુખ્ય વિષય : આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ” અંતર્ગત પાંચેય સબથીમો (૧) તમારી ઇકો સિસ્ટમને જાણો, (૨) આરોગ્ય, પોષણ અને સુખાકારીને પ્રોત્સાહન આપવું, (૩) ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ, (૪) સ્વ-નિર્ભરતા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમ, (૫) ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ પર શિક્ષક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની ઉદ્દઘાટનવિધી સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયા, જામનગર જિલ્લાના એવેલ્યુટર-NCSC ના શ્રી ડો.આશાબેન પટેલ તેમજ જિલ્લા વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.સંજયભાઈ પંડ્યા તેમજ તાલીમમાં આવેલ શિક્ષકો દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના સેક્રેટરીશ્રી દ્વારા તમામ શિક્ષકોને વધુમાં વધુ બાળકો આ “રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ – ૨૦૨3”માં સામેલ થાય એ અંગે પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ “રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ” અંગેનું મહત્વ તેમજ આ વર્ષની મુખ્ય થીમ વિશે ડૉ.સંજયભાઈ પંડ્યા દ્વારા તમામ શિક્ષકોને માર્ગદર્શન પુરું પાડવામાં આવેલ. તેમજ તમામ થીમ વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉંડાણપૂર્વકની માહિતી આપવામાં આવેલ સાથે થીમ મુજબ પ્રોજેકટ ક્યાં પ્રકારના પ્રોજેક્ટ પસંદ કરવા?, પ્રોજેક્ટ દરમિયાન ક્યાં પ્રકારની બાબતોને ધ્યાનમાં લેવી? વગેરે જેવા મુદ્દાઓ પર માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ તજજ્ઞશ્રી ડો.આશાબેન પટેલ દ્વારા પ્રોજેક્ટ રીપોર્ટ કેમ તૈયાર કરવો?, ચાર્ટ કઈ રીતે તૈયાર કરવા?, લેખિત માટે કયા પ્રકારના મુદાઓ આવરી લેવા વગેરે જેવા મુદ્દાઓ પર શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં તજજ્ઞો દ્વારા શિક્ષકોના “NCSC-2023” ની થીમ અંગે ઉદભવતી સમસ્યા-પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ સાથે તમામ શિક્ષકશ્રીઑએ તેમના વિસ્તારમાં ઉદભાવતા પ્રશ્નો આધારિત પ્રોજેકટના ટાઇટલ પર ચર્ચા કરેલ. આ શિક્ષક તાલીમમાં જામનગર જિલ્લાના 72 જેટલા શાળાના સક્રિય શિક્ષકો સામેલ થયેલ. કાર્યક્રમને અંતે તમામ શિક્ષકોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ. સંજોગાવસાત જે શિક્ષકો તાલીમમાં હાજર નથી રહી શક્યા તેઓ વિજ્ઞાનકેન્દ્રનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ. સંજયભાઈ પંડ્યા (૯૯૭૯૨૪૧૧૦૦)નો સંપર્ક કરી “NCSC-2023”માં ભાગ લઇ શકે છે. જિલ્લાની વધુમાં વધુ શાળાઓ તેમજ વધુમાં વધુ બાળકો આ લઘુસંશોધનમાં સામેલ થાય એવો અનુરોધ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા તેમજ સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરિયા દ્વારા કરવામાં આવેલ…………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા………


