જામનગર જિલ્લામાં સંભવિત 'બિપરજોય' વાવાઝોડા દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ
દ્વારા ઈજાગ્રસ્ત થયેલા પશુઓને ‘રાઉન્ડ ટુ ક્લોક’ સારવાર પુરી પાડવામાં આવી હતી.
જામનગર જિલ્લાના બેડ ગામમાં ખેડુત મેઘજીભાઈ કચરાભાઈ કટેસિયાના ખેતરમાં ભારે પવન ફુંકાવાથી વૃક્ષ પડી ગયું હતું.
મેઘજીભાઇની ગાયો વૃક્ષ નીચે દબાઈ જતા તેઓ દ્વારા જિલ્લા પશુપાલન વિભાગમાં જાણ કરવામાં આવી હતી.
તેથી, પશુપાલન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર તુરંત જ પહોંચીને મેઘજીભાઈના ખેતરમાં કામગીરી હાથ ધરવામાં
આવી હતી. તાત્કાલિક ધોરણે વૃક્ષ દુર કરીને ગૌ માતાઓને બચાવી લેવામાં આવતા ખેડુત મેઘજીભાઇ અને તેમના પરિવારે
જામનગર પશુપાલન વિભાગનો આભાર વ્યકત કર્યો હતો.
૦૦૦૦૦૦


