તા. ૦૧ જુનથી જિલ્લા ફોરેસ્ટ વિભાગની કુલ ૨૫ ટુકડીઓ દ્વારા પડી ગયેલા તમામ કુલ ૪૮ વૃક્ષોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો
***
તા. ૧૫ જૂન ૨૦૨૩ના રોજ ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા બીપરજોય વાવાઝોડાની સંભવિત નુકસાનની અસરને ટાળવા કુલ ૧૨ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે. આ ટુકડીઓ દ્વારા જિલ્લામાં તારીખ ૧૫, જૂન, ૨૦૨૩ ના રોજ પડી ગયેલા કુલ ૦૭ ઝાડને સફળતાપૂર્વક જે તે જગ્યાએથી ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તા. ૦૧ જુન ૨૦૨૩ થી ફોરેસ્ટ વિભાગની કુલ ૨૫ ટુકડીઓ કાર્યરત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ ૪૮ પડી ગયેલા વૃક્ષોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.


