જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૫૧૮૭ લોકોએ ભાગ લીધો
***
આયુષ મંત્રાલય દ્વારા જાહેર કર્યા મુજબ “હર ઘર – આંગન યોગ”આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટેની ટેગલાઇન છે. નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૧૬મી જૂન ૨૦૨૩ના રોજ રાજ્યમાં કાર્યરત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તમામ) પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની ઊજવણી કરવામાં આવી હતી.
ખેડા જીલ્લામાં કુલ-૩૦૬ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર તેમજ સબ સેન્ટર પર યોગ દિવસની ઊજવણી કરવામાં આવી હતી જેમાં કુલ ૫૧૮૭ લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયત સરપંચ વગેરે આગેવાનોને યોગ એમ્બેસેડર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામજનો દ્વારા પણ યોગ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) ઊજવવામાં આવે છે. યોગ એ વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે અને તેથી આયુષ્માન ભારત- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંતર્ગત સુખાકારીના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંના એક તરીકે, મોટાભાગના કાર્યકારી આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગ સત્રોનું નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. યોગ અભ્યાસના લાભોના વ્યાપક પ્રસાર માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સામૂહિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.