આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી ભરતભાઈ ભટ્ટએ જણાવ્યુ હતું કે ‘પર્યાવરણમાં વૃક્ષોનુ અમૂલ્ય યોગદાન છે.
વૃક્ષોએ પર્યાવરણને સુંદરતાની સાથે પ્રાણવાયુ પણ આપે છે. આ સાથે બીજા કેટલાય ઉપયોગ છે. આજના પોલ્યુશનવાળા
વાતાવરણમાં વૃક્ષોનો ઉછેર, માવજત અને એની ઓળખ દ્વારા આપણે પર્યાવરણને પોલ્યુશન ફ્રી રાખી શકીએ છીએ. આ સાથે
શહેરીજીવનને ગુણવત્તાસભર બનાવી શકીએ છીએ. શિક્ષકો કેમ્પસમાં રહેલા વૃક્ષોની ઓળખ અને તેના ઉપયોગ વિશે જાણીને
વિદ્યાર્થીઓને જ્ઞાનસભર ઉપયોગી માહિતી આપી શકે એ હેતુથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો..