મકસુદ કારીગર,કઠલાલ
અમિયાદ અને પુરબીયપુરા પ્રા. શાળા ખાતે વૃક્ષારોપણ કાયૅકમ યોજાયો.
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિધાનગર બોરસદ તાલુકાના અમિયાદ અને પુરબિયાપુરા પ્રાથમિક શાળામાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં આશાદીપના આગેવાન રમેશભાઈ અને વંચિત વિકાસ સંગઠન બોરસદના મંત્રી શ્રી નવીનભાઈ રોહીત અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
