“મારી માટી, મારો દેશ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ રાણાવાવ ખાતે યોજાયેલ
આજ રોજ રાણાવાવ હોલેશ્વર મહાદેવના મંદિર ખાતે ભારતીય જનતા યુવા મોરચા રાણાવાવ શહેર દ્વારા મારી માટી મારા દેશ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુ સબ આ કાર્યક્રમ માં આઝાદી માટે જીવન સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની ઓની સ્મૃતિમાં માટે આ કાર્યક્રમ યોજાયો હતો આ વૃક્ષારોપણમાં પર્યાવરણની જાળવણી સાથે પશુ પક્ષીઓ પણ પોતાનો ખોરાક મેળવી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરીને જતન કરવાના સંકલ્પ યુવા મોરચાના કાર્યકર્તાઓએ કર્યો હતો
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જગદીશભાઈ બાપોદરા રાણાવાવ શહેર યુવા મોરચાના પ્રમુખ વનરાજભાઈ ઓડેદરા શહેર ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બાપોદરા શહેર યુવા મોરચાના મહામંત્રી સુનિલભાઈ ચોહાણ શહેર મહિલા મોરચાના મહામંત્રી શાંતીબેન એરડા રામદેભાઈ ઓડેદરા મેશુરભાઈ મોરી નાથાભાઈ ગાધેર પ્રેમજીભાઈ બડેજા ભીમભાઇ ગાધેર વિજયભાઈ કેશવાલા રવિભાઈ નાંઢા સહિત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

