અમદાવાદ
બિપરજાેય વાવાઝોડું પસાર થયા ગયુ હજુ પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. જેના કારણે રાજ્યમાં હજુ પણ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની રહી છે.બિપરજાેય વાવાઝોડા રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયું હોવા છતાં પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. આજે ભારે પવનના કારણે દાહોદમાં વૃક્ષ ધારાશાયી થતાં પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી ઘાયલ થયા છે. પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી અને અકાઉન્ટન્ટ મહિલા ર એક્ટિવા પર ઓફિસ જઇ રહ્યાં હતા ત્યારે વૃક્ષ ધરાશાયી થતાં તેમને બંને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને મહિલાને ૧૦૮માં તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા.આ સમગ્ર ઘટના છાપરી ગામે હાઇવે પર બની હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.


