Gujarat

વિદ્યાનગર આશાદીપ ખાતે ‘જેન્ડર’ વિષયે દ્વિદિવસીય તાલીમ યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા- કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે ઓગસ્ટ માસની પહેલી બીજી તારીખ દરમિયાન સહજ સંસ્થા વડોદરાની સહભાગિતા સાથે બે દિવસની જેન્ડર વિષયે તાલીમ યોજાઈ હતી જેમાં આશાદીપ અને સહજ સંસ્થા સાથે સંકળાયેલા સામાજિક કાર્યકરો જોડાયા હતા. બે દિવસની આ તાલીમનું સંચાલન સહજ સંસ્થાના સંગીતાબેન તથા ભાવનાબેન મારફતે થયું હતું જેમાં તેમણે તંદુરસ્ત સંબંધોને અસર કરતા પાસા, માતા આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ (પ્રસૂતિકાળ) ની ઊંડાણપૂર્વકની સમજની સાથોસાથ લિવ ઇન રિલેસનશીપ સિકલસેલ, થેલેસેમિયા, વિસમજાતિય તથા સમજાતિય સંબંધોને સ્પર્શતા મુદ્દાઓની સમજ પુરી પાડી હતી.

IMG-20230802-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *