જેતપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક હિન્દૂ યુવક બાંગ્લાદેશી મુશ્લિમ યુવતી માટે તેમજ મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના પ્રવચનોથી પ્રભાવિત થઈ ધર્મપરિવર્તન કરવા તૈયાર થઈ ગયો છે. યુવકના પિતા તેમજ હિન્દૂ સંગઠનોની ફરિયાદને કારણે સમગ્ર મામલો જેતપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે,
જેતપુર શહેરના પંચપીપળા રોડ પર રહેતો હિન્દૂ બાવાજી યુવક આશિષ ગોસ્વામીને બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખાણ થઈ હતી, બાંગ્લાદેશની મુશ્લિમ યુવતી સાથે આશીષે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દૂ ધર્મ છોડીને મુશ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયો હોવાના આક્ષેપ તેના પિતાએ કર્યા છે અને યુવક પણ લગ્ન કરવા તૈયાર છે, જ્યારે આશિષે સોશ્યલ મીડિયા મારફત મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈકના વીડિયો જોઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા પ્રેરાયો હોવાનું જણાવેલ
યુવક આખો દીવસ મસ્જિદમાં જ રહેવા લાગ્યો જ્યાં તે રોજ પાંચ સમયની નમાજ કરે છે, અને બાંગ્લાદેશી મુશ્લિમ યુવતીએ પોતાના પુત્રનું બ્રેઇન વોશ કરતા તેણે ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હોવાનું તેના પિતાએ આક્ષેપ કર્યા હતાં, મનુષ્યોએ પોતાના હાથે બનાવેલ જુદાજુદા ભગવાનની મૂર્તિ એટલે કે અનેક ભગવાન આપણું શું ભલું કરી શકે ઇસ્લામ ધર્મમાં એક અલ્લાહને જ પૂજવાનું છે તે જ દુનિયાના સાચા નબી હોવાનું જણાવી પોતે પાંચ વખતનો નમાજી બની ગયો છે અને તેને પૂર્ણ મુસ્લિમ બનવા માટે ખતના કરાવવું હોય એટલે સરકારી હોસ્પિટલ ઓપરેશન માટે આવેલ અને અહીં પોતાનું નામ શેખ મોહમ્મદ અલસમી લખાવેલ તેમ યુવકે વધુમાં જણાવેલ.
આ અંગેની જાણ વિશ્વ હિન્દૂ પરિષદને તેના આગેવાનો હોસ્પિટલ પહોંચી આશિષને સમજવાનો પ્રયત્ન કરેલ હતો. પરંતુ તેણે ઇસ્લામ બનાવની વાત જ પકડી રાખતા વિહિપ દ્વારા યુવાનનું બ્રેઇન વૉશ થયેલ છે માટે તેઓને માનસિક ડોકટરને બતાવશે પરંતુ તેને કોઈ કાળે ધર્મપરિવર્તન કરવા નહિ આપે તેમ જણાવેલ. યુવકના પિતા તેમજ વિહિપના આગેવાનોની દરમિયાનગીરીથી આખો મામલો હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અને આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી


