Delhi

કેદારનાથમાં ઘોડાને જબરદસ્તીથી સિગરેટ પીવડાવતો વિડીયો વાઈરલ થતા ચો તરફથી ફિટકાર

નવીદિલ્હી
સોશ્યલ મિડિયા પર ક્યારેક એ પ્રકારે વિડિયો વાયરલ થતા હોય છે કે જેને લઈને નક્કી કરવું મુશ્કેલ થઈ જતુ હોય છે કે આ ખરેખર માણસોનું કામ છે કે પછી પશુ કે પ્રાણીઓનું. તાજેતરમાં આવો જ એક વિડિયો સામે આવ્યો છે કેદારનાથ ધામથી કે જ્યાં અમુક શખ્શો ઘોડાને જબરદસ્તીથી સિગરેટ પીવડાવી રહ્યા છે અને તેમની આ હરકત વિડિયાના રૂપે વાયરલ થઈ ગયા બાદ ચારેકોરથી તેમની પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ શખ્સોની ઓળખ પણ કરી લેવાઈ હોવાનું સામે આવી રહ્યું છે. ટિ્‌વટર પર એક યુઝરે ઉત્તરાખંડ પોલીસને ટેગ કરીને ઘોડાને કથિત સિગરેટ પિવડાવતો હોવાનો વીડિયો શેર કર્યો છે. જે બાદ ઉત્તરાખંડ પોલીસે પણ ટ્‌વીટનો જવાબ આપતા રીટ્‌વીટ કર્યું છે. ઉત્તરાખંડ પોલીસે લખ્યું છે કે વાયરલ વીડિયો અમારા ધ્યાન પર આવ્યો છે. પોલીસ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ઘટનાઓની જાણ તાત્કાલિક નજીકની ફરજ પરની પોલીસ અથવા ૧૧૨ પર ફોન કરીને કરો. વાયરલ વીડિયો ૨૭ સેકન્ડનો છે. આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે બે લોકો ઘોડો પકડીને બેઠા છે. એક માણસે પોતાના હાથ વડે ઘોડાના મોં અને નાકમાં રહેલા છિંદ્રને બંધ કરી દે છે અને બીજા નાકના કાણામાંથી ઘોડાને ધુમાડા નિકળી રહ્યા છે. આ વિડિયો વાયરલ થયા બાદ પ્રાણી પ્રેમીઓમીાં ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે. હિમાંશી મહેરાના ટિ્‌વટર હેન્ડલ પરથી મળેલા આ વિડિયોને વાચકો સુધી પહોંચાડવા માટે અમે મુકી રહ્યા છે કે જેના પર હવે પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને ગમે ત્યારે એક્શન પણ લઈ લેશે. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે આ વીડિયો પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. તેમણે ટ્‌વીટ કરીને લખ્યું છે કે શું આપણે આપણા પવિત્ર સ્થળો પર ઘોડાઓ સાથે સતત થતા અત્યાચારને રોકી શકીએ છીએ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પીએમઓ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું છે કે શું આવા લોકોની ધરપકડ થઈ શકે છે? તે જ સમયે, ટિ્‌વટર પર તેમની નારાજગી વ્યક્ત કરતા, ઘણા વપરાશકર્તાઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *