ભુજ
ભુજના બહુચર્ચિત હની ટ્રેપ કાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ વડોદરાથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. રિદ્ધિ નામની એક મહિલાની પશ્ચિમ કચ્છ એલસીબીએ વડોદરાથી ધરપકડ કરી છે. અત્યાર સુંધી ચકચારી હની ટ્રેપ કાંડમાં મુખ્ય સૂત્ર ધાર મનીષા ગોસ્વામી સહિત ૮ આરોપી પકડ્યા છે, જેમાં ત્રણ મહિલા આરોપી છે. હજુ પણ પાંચ આરોપી પોલીસ પકડથી દૂર છે.હનીટ્રેપ કેસમાં ૪ કરોડની ખંડણી માંગવાની મુખ્ય સુત્રાધાર એવી મનિષા ગોસ્વામીનો કબજાે પાલારા જેલમાંથી મેળવી એલસીબીએ ધરપકડ કર્યા બાદ શુક્રવારે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટેમાં રજુ કરતાં અદાલતે આરોપણના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પાલારા જેલમાં બેઠા બેઠા હનીટ્રેપનો સમગ્ર કારસો રચી અને ઢોરીના યુવક દિલીપ આહિરને મરવા મજબુર કરનાર આરોપણ મનિષા ગોસ્વામીનો એલસીબીએ પાલારા જેલમાંથી ટ્રાન્સફર ઓર્ડર પર કબજાે મળેવી લીધા બાદ આ કેસના મૂળ સુાધી પહોંચવા તેમજ સમગ્ર ષડયંત્રમાં કેટલા અને કોની કેટલી ભૂમિકા છે તેનો ભેદ ઉકેલવા ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપણ મનિષાને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. કોર્ટે મનિષાના ૮ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. તો, આ કેસમાં હજુ મનિષાનો પતિ ગજ્જુગરી ગોસ્વામી, અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને કોમલ જેઠવા સહિતના આરોપીઓ પોલીસ પકડાથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે દિવસે બનાવ બન્યો ત્યારે પોલીસ તપાસના અહેવાલ પ્રમાણે દિવ્યા અને દિલીપ હાઈલેન્ડ રિસોર્ટમાં જમવા ગયા, અને ત્યાં જમ્યા નહીં પણ ડીનર પાર્સલ લઈને આવ્યા હતા. દિવ્યા સેવન સ્કાય હોટલમાં રોકાઈ હતી. તે હોટલ તેમજ આ રોડ પર ઘણી રેસ્ટોરન્ટ છે તેમ છતાં બંને જણા હાઈલેન્ડ કેમ ગયા ? અને જાતે જમવા ગયા તો જમવાનું તો પાર્સલમાં આવ્યું હતું. યુવતી રિસોર્ટ અને હોટલમાં હતી, ત્યારે તેણે માત્ર પેટમાં દુઃખવાનું નાટક કર્યું પરંતુ જયારે દિલીપ જતો રહ્યો પછી પછી અચાનક યુવતી જી.કે. જઈને દિલીપને ફોન કરી હું તારી સામે બળાત્કારની ફરિયાદ લખાવું છું અને મને ૪ કરોડ આપ તેવી માંગણી કરવામાં આવી અને તેના બીજા દિવસે સવારે ૭ વાગ્યે દિલીપ ફાંસો ખાઈ લીધો હતો.દિલીપે જયારે આપઘાત કર્યો ત્યારે માત્ર જી.કે.માં એમએલસી દાખલ થઈ હતી. ફરિયાદ થઈ ન હતી. તેમજ પોલીસ તપાસ અને દિવ્યાનું નિવેદન એમ કહે છે કે, દિલીપે દિવ્યા સાથે કોઈ શરીર સબંધ બાંધ્યો નથી. જેથી બળાત્કાર કર્યો જ ન હોય તો બદનામીનો શેનો ડર જેથી આપઘાતના આ બનાવે પણ હજું શંકાના વાદળો ઘેરી રાખ્યા છે.


