Gujarat

માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર ચરિતાર્થ કરી બતાવતા જાફરાબાદ ખારવા સમાજ નો યુવાન 

વિક્રમ સાખટ જાફરાબાદ
જાફરાબાદ તારીખ 11 8 23 ના રોજ માં એસટી પોઇન્ટ માં મુસાફરો ના નાના ભુલકાઓ બાળકો ને સુવિધા વધારવા માટે અહીં ના સેવા ભાવિ યુવાન ધર્મેશભાઈ બારૈયા દ્વારા જાફરાબાદમાં એસટી બસસ્ટેશન માં મુસાફર જનતાના નાના બાળકો માટે પારણું અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે જાફરાબાદ ના મામલદાર શ્રી જે. એન. મહેતા સાહેબ , તથા ટાઉન   પોલીસ સ્ટેશનના    પી.એસ.આઇ. જે. કે. મોરી.સાહેબ, તથા ટાઉન પોલીસ સ્ટેશન ના બીટ જમાદાર ભોળાભાઈ , તથા મરીન પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ રણજીતભાઈ ચૌહાણ, તથા સામાજિક કાર્યકર પ્રવિણભાઇ બારૈયા તથા ખારવા સમાજના આગેવાન મંગાભાઈ બારૈયા, તથા ખારવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા એસટી બસ સ્ટેશન ના ટ્રાફિક કંટ્રોલર શ્રી બાબુભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમજ એસટી તંત્ર તરફથી સેવા ભાવિ યુવાન ધર્મેશભાઈ બારૈયા નો આભાર માન્યો હતો તથા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા વરિષ્ઠ પત્રકાર એચ.એમ. ઘોરી, ઉપસ્થિત રહ્યા હતા  સેવા ભાવિ યુવાન દ્વારા પારણું અર્પણ કરી માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર સાર્થક કરી બતાવ્યો તેમજ માનવ સેવા એજ સંસ્કાર સુત્રને સાર્થક કરી બતાવ્યું હતું

IMG-20230811-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *