મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
જેતપુરના સરદાર ચોક નકલંક આશ્રમ રોડ ઉપર જય પાર્કમાં મકાનના રૂમમાંથી 25 વર્ષીય યુવાનની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી.
બનાવની વિગત મુજબ શહેરના નકલંક આશ્રમ રોડ ઉપર જય પાર્કમાં આવેલા રહેણાંક મકાનના રૂમમાંથી સંદિપ કિશોરભાઈ ગોંડલીયા નામના 25 વર્ષીય યુવાનની લાશ મળી આવી છે. મળતી માહિતી મુજબ, યુવક દારૂનો નશો કરતો હતો. મૃતદેહ અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા તેને આપઘાત કર્યો છે કે, અન્ય કારણસર તેનું મોત થયું છે. તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. જોકે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સત્ય હકીકત બહાર આવશે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


