સુરત
સુરત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. તેમ છતાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે પતરા ઉડવાની સાથે સાથે મકાનની છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ ફંગોળાઈને નીચે પડી રહી છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા યુવક પર પાણીની ખાલી ટાંકી પડતાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત એક બાળકી માટે ચરિતાર્થ થઈ હતી. બાળકી અને યુવક સામ સામે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન ભેસ્તાન આવાસની ટેરેસ પર રહેલી પાણીની ખાલી ટાંકી ઉપરથી જાણે આફત આવી રહી હોય તે રીતે યુવકના માથા પર પડી હતી. જ્યારે બાળકી થોડી આગળ જતી રહેતા તે બચી ગઈ હતી.શુક્રવારે સાંજે સર્જાયેલી આ ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ હતી. જેમાં એક યુવક શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે ટેરેસ પરથી પાણીની ખાલી ટાંકી ધડામ દઈને યુવકના માથા પર પડી હતી. જેથી યુવક ત્યાં જ પાણીના ટાંકા નીચે દબાઈ ગયો હતો. બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ટાંકા નીચેથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
