આમ આદમી પાર્ટી દ્વારા ગત તારીખ : 28/06/2023 નાં રોજ એલન, બોથરા અને આકાશ જેવા કોચિંગ સેન્ટર કે જે NEET અને JEE ની પરીક્ષાઓની માટે કોચિંગ આપે છે અને આવા કોચિંગ ક્લાસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો કોચિંગ ક્લાસ નો અભ્યાસનો સમય અને શાળા ના શૈક્ષણિક કાર્યનો સમય એક હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને ડમી સ્કૂલો માં એડમિશન અપાવવા સહીત ની અને અઠવાડિયા માં માત્ર એકવાર સ્કૂલે માત્ર પ્રેક્ટિકલ માટે જવાનું કહેતા ઉપરોકત ત્રણેય કોચિંગ ક્લાસીસ નું સ્ટિંગ કરી પર્દાફાશ કરેલ હતો અને પ્રેસ કોન્ફ્રન્સ કરેલ હતી જે સંદર્ભે આપને આ અંગે યોગ્ય પગલાં લેવા તેમજ આવી ડમી સ્કૂલો નાં કારણે ગુજરાત બોર્ડ નું પરિણામ ઓછું આવે છે માટે આ બાબત અંગે કડક માં કડક પગલાં લેવા તેમજ ક્લાસીસ માં જતા વિદ્યાર્થીઓ નો ક્લાસીસ નો સમય સ્કૂલ નાં શૈક્ષણિક કાર્ય નાં સમય થી અલગ રાખવા અંગે આપના દ્વારા તત્કાલ સૂચના આપવા માં આવે તેમજ ગુજરાત બોર્ડ ની શાળાઓનાં ગરીબ વિદ્યાર્થીઓ નું હિત જળવાય તે માટે આવી ડમી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્ય સરકાર ને રાજ્ય શિક્ષણ બોર્ડ નાં સભ્યો દ્વારા પણ અગાઉ રજજુઆતો કરેલી છે ત્યારે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનું વિજ્ઞાન પ્રવાહ નું શિક્ષણ નું સ્તર સુધરે અને ગરીબ વિદ્યાર્થીઓ સાથે ન્યાય થાય તે હેતુ થી વિજ્ઞાન પ્રવાહ ની આવી ડમી શિક્ષકો રાખી ડમી વર્ગો ચલાવતી ડમી શાળાઓ અને વિદ્યાર્થીઓ ની ખોટી હાજરી બતાવતી શાળાઓ ને પ્રોત્સાહન આપવાનું આવા કોચિંગ ક્લાસીસ નાં સંચાલકો ની મીલીભગત થી ચાલતું સ્કેન્ડલ બંધ નહિ થાય અને શાળાઓ ના શિક્ષણ કાર્ય નાં સમય સિવાય ના સમય માં સમગ્ર અમદાવાદ માં ચાલતા કોચિંગ ક્લાસ દિન -15 માં ચલાવવા માં નહિ આવે તો આમ આદમી પાર્ટી નાં શિક્ષણ સેલ ના મહામંત્રી શ્રી કેતન રાઠોડ દ્વારા વાલી મંડળો તેમજ આમ જનતા ને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી.


