Gujarat

ડૉ.સુભાષ મહિલા કોલેજમાં અભયમ અને મહિલા હેલ્પલાઇન ડ્રાઇવ કાર્યક્રમ યોજાયો

ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે સી ડિવિઝન
પોલીસ સ્ટેશન જૂનાગઢ દ્વારા અભયમ અને મહિલા હેલ્પલાઇન ડ્રાઈવનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવેલ જેના દ્વારા
કોલેજની વિદ્યાર્થીનીઓમાં સુરક્ષાનો ભાવ કેળવાય અને પોતાની જાતની સલામતી અનુભવે તે માટે પોલીસ વિભાગ દ્વારા 26
ઓગસ્ટ 2023 થી 31 ઓગસ્ટ 23 સુધી મહિલા હેલ્પલાઇન ડ્રાઈવનું આયોજન વિવિધ સ્થળોએ યોજવામાં આવેલ છે. તેના
અંતર્ગત કોન્સ્ટેબલ અલ્પાબેન એલ.રાણપરીયા અને કાઉન્સેલર પ્રિયંકાબેન ચાવડા એ રસપ્રદ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને ગુડ
ટચ બે ટચ,સાઇબર ફ્રોડ, ગર્લ્સ અવેરનેસ, 181 અભયમ ,મહિલા અત્યાચાર તથા મહિલા કાનૂન વિશે ઉપયોગી અને જાગૃતિ
આણવા માટેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિલ્પાબેન આર.ભાદરકા,કંચનબેન આર.ભાદરકા તથા
ઉજલાબેન ખાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અવનવી માહિતીથી માહિતગાર કરી અને હિંમતવાન અને
જાગૃત નાગરિક બનવાની અપીલ કરી હતી

સરકાર શ્રી તથા પોલીસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી પ્રવૃત્તિઓ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન
વગેરેની માહિતી આપી નીડર બનવા અપીલ કરી હતી આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડો.પ્રકાશ મહેતાએ કર્યું હતું.આ કાર્યક્રમ
યોજવા બદલ ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડા અને આચાર્યશ્રી બલરામ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારના
કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવતા તે નીડર અને જવાબદાર વ્યક્તિ બનવામાં ઉપયોગી નીવડશે એવી આશા છે.

dr-subhash-mahila-college-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *