Gujarat

વહેમીલા પતિથી ત્રસ્ત પત્નીની મદદે અભયમ છોટાઉદેપુર.

નસવાડી પાસેના ગામમાંથી એક પરણિતા નો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેઓ આંગણવાડીમાં નોકરી કરે છે ફરજ ના ભાગરૂપે ગામમાં લોક સંપર્ક માટે જવુ પડે છે જેથી તેના પતિ ને શંકા કરી અવારનવાર મારઝૂડ કરે છે જેમાં સાસુ સાસરા પણ ઉશ્કેરણી કરી મને ઘર માંથી કાઢી મૂકવા મારા પતિ ને જણાવે છે.
અભયમ ટીમ છોટાઉદેપુર સ્થળ પર પહોંચી પતિ અને સાસુ સસરાને જણાવેલ કે આ રીતે હેરાનગતિ કરવી એ ઘરેલુ હિંસા હેઠળ ગુનો બને છે જેઓ ને તેમની હરકત નો અહેસાસ કરાવતા તેઓ એ ખાત્રી આપી હતી કે હવે પછી કોઈપણ પ્રકારની પજવણી કરીશું નહી. અભયમ ની મદદ બદલ પરણિતા ને ખુબ રાહત મળી હતી.
મળતી માહિતિ મુજબ પરણિતા ને બે બાળકો છે જેમાંથી મોટા દીકરાનું થોડા સમય પહેલા અવસાન થયેલ છે બીજો દિક્રરો પણ અવારનવાર બીમાર પડે છે જેઓ ને હોસ્પિટલ લઈ જાવ તો મારા સાસુ ફુવા પાસે બાધા લેવાનું જણાવે છે અને કોઈ દવા લેવા દેતા નથી. આંગણવાડી ની તાલીમ, મિટિંગ કે કામ માટે બહાર જવુ પડે છે તો મારા પતિ બહાર ફરવા જાય છે તેમ કહી માર મારે છે. અભયમ દ્વારા પતિ નું અસરકારતાથી કાઉન્સિલગ કરી તેમનાં મન માં રહેલ વ્હેમ દૂર કરવામા આવેલ. દિકરા ને પણ યોગ્ય સારવાર અપાવવા અનુરોધ કરેલ આમ તેઓ એ પોતાની ભુલ કબૂલી અને હવે પછી હેરાનગતિ બંધ કરવાની ખાત્રી આપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230703-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *