Gujarat

વાલ્લા પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય

શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટના સક્રિય પ્રયત્નો થકી નડિયાદની સેવાભાવી સંસ્થા શ્રીજી ફાઉન્ડેશન તરફથી  વાલ્લા શાળાના તમામ વિદ્યાર્થીઓને પાંચ સો (૫૦૦) નોટબુક તથા સાત સો(૭૦૦)
ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.ગ્રામ્ય વિસ્તારમાં બાળકો પ્રોત્સાહિત થાય અને ભણવામાં આગળ વધે તે ઉમદા વિચારથી અપાયેલ આ શૈક્ષણિક સહાય વેળા શ્રીજી ફાઉન્ડેશનના દીપકભાઈ અમીન તથા વૈશાલીબેન અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જે બદલ આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા હિતેશકુમાર બ્રહ્મભટ્ટે દાતાનો ખાસ આભાર માન્યો હતો.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230614-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *