ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ,અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ચોરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા તથા ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારૂ સુચના આપવામાં આવેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી, મહત્તમ પેટ્રોલીંગ ફરી, આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ સાહેબ અમરેલી નાઓની સુચના મુજબ દામનગર પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.શ્રી બી.પી.પરમાર નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવેલ અંતર્ગત દામનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૩૦૧૪૯/૨૦૨૩ IPC કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ અને આ કામે અજાણ્યા મહીલા અને પુરૂષે શિવ જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહક તરીકે આવીને પુરૂષ ઇસમે ફરીયાદીને વાતોમાં રાખી અને મહીલાએ ફરીયાદીની નજર ચુકવી ચાંદીના છડા એક જોડી વજન આશરે ૯૦/- ગ્રામ જેની કિંમત રૂ.૭,૦૦૦/- ની ચોરી કરી ગુન્હો આચરેલ હોય. સદર ગુન્હા ડીટેકટ કરવા સારૂ ટેકનીકલ સોર્સ તથા સી.સી.ટી.વી ફુટેજ આધારે તપાસ હાથ ધરવામા આવેલ અને બાતમી આધારે ચોરી કરનાર બંન્ને સ્ત્રી-પુરૂષને ઉપરોકત ચોરીમાં ગયેલ ચાંદીના છડાની એક જોડી કિ.રૂ.૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) ભાવેશભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.વ.૫૦ ધંધો મજુરી રહે. નવાગામ તા.ગારીયાધાર
જી.ભાવનગર
(૨) કંચનબેન વા/ઓ ભાવેશભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. નવાગામ તા.ગારીયાધાર જી.ભાવનગર
આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ અમરેલીનાઓ સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સર્કલ પો.ઇન્સ. શ્રી ટી.એચ.પટેલ અમરેલી નાઓની સુચના મુજબ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી બી.પી.પરમાર તથા અના હેડ કોન્સ. કનુભાઇ રાજાભાઇ સાંખટ તથા પો.કોન્સ. જયંતીભાઇ ધીરૂભાઇ વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ તથા પો.કોન્સ. અજીતદાન ઇશ્વરદાન ગઢવી નાઓ દ્વારા કરવામા આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


