છોટાઉદેપુર જિલ્લાના ૧૦૫૮ બુથોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્રણ દિવસ સુધી વિસ્તારક તરીકે જઈને દેશના નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૯ વર્ષમાં કરેલ પ્રજાલક્ષી યોજનાઓની પત્રિકાનું ઘર ઘર જઈને વિતરણ કરી આગામી લોકસભાની આવનારી ચૂંટણી પહેલા પ્રજાનું સમર્થન પ્રાપ્ત કરશે તેમ કાર્યકરો ઘ્વારા જાણવા મળ્યું હતું.ત્રણ દિવસ ચાલનારું ઘર ઘર સંપર્ક અભિયાનમાં ભાજપા ઘ્વારા અલ્પકાલીન સમય માટે જનાર વિસ્તારકોનો પૂર્વ અભ્યાસવર્ગ કરી બૂથમાં કરવાના કાર્યો અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.જેમાં બૂથના પ્રમુખો,સરપંચો,સદસ્યો,સહકારી આગેવાનો,મહિલા લાભાર્થીઓ,૧૮ વર્ષના નવીન મતદારોનો સંપર્ક કરી ગોષ્ઠિ કરવા જણાવવામાં આવ્યું છે.સરકારે કરેલ કામગીરીની મુલાકાત લેવી,મંદિરમાં સાંજે આરતી કરવી સહિતના ત્રણ દિવસના કાર્યોની સૂચિ આપવામાં આવી છે.જિલ્લાના ૧૦૫૮ બુથોમાં ભાજપા કાર્યકરોની ફૌજ લોકસભાની ચૂંટણી પહેલા પહોંચી જન સમર્થન પ્રાપ્ત કરશે તેવું ભાજપાના પદાધિકારીઓ તરફથી જાણવા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર