નવીદિલ્હી
ગૌતમ અદાણીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસર હમણાં જ સમાપ્ત થઈ ગઈ હતી અને શેરમાં વધારો ફરીથી જાેવા મળ્યો હતો. અચાનક ર્ંઝ્રઝ્રઇઁ નો રિપોર્ટ આવ્યો. જેના કારણે કંપનીના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો. આ ઘટાડાની અસર અદાણીની સંપત્તિમાં જાેવા મળી હતી. અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં લગભગ ૧૯ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે તે વિશ્વના ટોપ ૨૦ અબજપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગના ડેટા દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરીએ અને જાેઈએ કે ગૌતમ અદાણી સંપત્તિના મામલે કેટલા નીચે આવ્યા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટા અનુસાર તેમની સંપત્તિમાં ૨.૨૬ બિલિયન ડોલર એટલે કે લગભગ ૧૯ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તમામ અબજાેપતિઓના આંકડા તપાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી વાત સામે આવી કે મંગળવારે બર્નાર્ડ આર્નોલ્ટ પછી ગૌતમ અદાણી બીજા અબજાેપતિ હતા, જેમની સંપત્તિમાં સૌથી વધુ ઘટાડો જાેવા મળ્યો છે. બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં ઇં૩.૬૫ બિલિયનનો ઘટાડો જાેવા મળ્યો છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડા બાદ કુલ નેટવર્થ ઇં૬૧.૮ બિલિયન થઈ ગઇ છે. જાે વર્તમાન વર્ષની વાત કરીએ તો તેમની સંપત્તિમાંથી લગભગ ૫૯ બિલિયન ડૉલર ઘટ્યા છે. જ્યારે અગાઉના અદાણીની કુલ સંપત્તિ ૧૫૦ અબજ થઈ ગઈ હતી અને તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા હતા. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ૨૭ ફેબ્રુઆરીએ ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને ઇં૩૭.૭ બિલિયન થઈ ગઈ હતી. ત્યારપછી અદાણીની સંપત્તિમાં રિકવરી જાેવા મળી રહી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે તેઓ વિશ્વના ટોચના ૨૦ અબજપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આંકડાઓ અનુસાર, હાલમાં તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં વિશ્વના ૨૨મા સૌથી ધનિક અબજાેપતિના રેન્ક પર આવી ગયા છે. બીજી તરફ અદાણી ચીનના અબજાેપતિ કરતાં પણ પાછળ રહી ગયા છે. ચીનના બિઝનેસમેન જાેંગ શાનશાનની સંપત્તિમાં ૧.૫૪ અબજ ડોલરનો વધારો થયો છે. જેના કારણે તેમની કુલ સંપત્તિ વધીને ઇં૬૨.૬ બિલિયન થઈ ગઈ છે. જાે કે, આ વર્ષે ચીનના અબજાેપતિની સંપત્તિમાં લગભગ ઇં૫ બિલિયનનો ઘટાડો થયો છે.

