Gujarat

જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ ***

જીલ્લા વિકાસ અધિકારીનાઅઘ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં૨૦ જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ માટે ખાતરી આપવામાં આવી. ***
દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
આજે છોટાઉદેપુર જિલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા ડીડીઓ દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. આમ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૨૦ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
કાર્યક્રમમાં કલેક્ટર બહાર હોવાથી જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર કે.ડી ભગત, એસપી ઈમ્તિહાસ શૈખ તેમજ અન્ય સબંધિત વિભાગના અધિકારીઓશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1693036487057_7101109709812332138.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *