હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મહેરબાન
પ્રાચી તીર્થ..
. પ્રાચી તીર્થ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટા વચ્ચે મેઘરાજા એ વિરામ લીધો હતો જેમાં ચાર દિવસ બાદ મેઘરાજા મધ્ય રાત્રી થી જ પ્રાચી તેમજ ટિબડી, ઘંટીયા, ખેરા,પ્રાસલી ,અમરપુર, રંગપુર ગાંગેથા વિરોદર, સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં ધીમીધારે વરસ્યા હતા અને સવારથી બપોર સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેથી રસ્તા ઉપર ફરી પાણી દોડતા થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સારા વરસાદથી ખેડૂત પુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી…