Delhi

ગદર પછી ભણસાલીએ અમીષાને રિટાયર થવા સલાહ આપી હતી

નવીદિલ્હી
ગદર ૨ની ઐતિહાસિક સફળતાએ અમીષા પટેલનું સ્ટારડમ પાછું લાવી દીધું છે. અમીષા પટેલને બે દાયકા પૂર્વે રિલીઝ થયેલી ‘ગદરઃ એક પ્રેમકથા’નો ગોલ્ડન પિરિયડ પણ ફરી યાદ આવી રહ્યો છે. જૂની યાદો વાગોળતાં અમીષાએ જણાવ્યુ હતું કે, ‘ગદરઃ એક પ્રેમકથા’ની અભૂતપૂર્વ સફળતા બાદ ભણસાલીએ તેમને ફિલ્મોમાંથી રીટાયર થવા સલાહ આપી હતી. અમીષાએ કહ્યું હતું કે, ‘ગદર’ જાેયા પછી ભણસાલીએ સુંદર પત્ર લખ્યો હતો. રૂબરૂ મુલાકાતમાં ભણસાલીએ રીટાયર થવાની સલાહ આપી હતી. ભણસાલીનું માનવું હતું કે ટૂંકી કરિયરમાં બે બ્લોકબસ્ટર ફિલ્મ કરી છે. અમીષાએ રિતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મના બંને સ્ટાર્સ નવા હોવા છતાં તે સુપરહિટ રહી હતી. મોટાભાગના લોકોને આખી કરિયરમાં આવી સફળતા નથી મળતી. ‘મુગલ-એ -આઝમ’, ‘મધર ઈન્ડિયા’ કે ‘પાકિઝા’ જેવી સફળતા એકાદ ફિલ્મને જ મળે છે. બે ફિલ્મો સફળ રહ્યા પછી કંઈ બાકી રહેતું નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હોવાના કારણે અમીષાને તે સમયે ભણસાલીની વાત સમજાઈ ન હતી. ‘હમરાઝ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મો હિટ થઈ હતી, પરંતુ દર વખતે તેની સરખામણી ગદર સાથે થતી હતી. ગદર સાથે સરખામણી થઈ શકે તેવી ફિલ્મ અમીષાને બે દાયકા બાદ મળી છે. ‘ગદર ૨’ને બોક્સઓફિસ પર રૂ.૪૦૦ કરોડથી વધુનું કલેક્શન મળ્યું છે અને આ ફિલ્મે રિલીઝના બીજા સોમવારે સૌથી વધુ કલેક્શનનો ‘દંગલ’નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *