અમદાવાદ,
અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા અમદાવાદ શહેર સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર ૦૨, શ્રી બ્રજેશ ઝા દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે. અમદાવાદ શહેર ના ડીસીપી ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ છે.
જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ .પી.ગઢવી તથા સ્ટાફ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ *જૂના વાહનો કુલ ૧૦૪ વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા સહિતના વાહનોની હરરાજી કરી, કુલ રૂ. ૬,૧૪,૦૦૦/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે. આમ, અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરાજી કરી, વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અમદાવાદ શહેરના ઝોન ૦૬ ના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી તમામ કાર્યવાહી પૂર્ણ કરી, યોજવામાં આવશે, તેવું અમદાવાદ શહેર ઝોન ૦૬ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.