ડો. ભરત ગઢવી, AHNA ના પ્રમુખ અને ડો. વિરેન શાહ, ઉપપ્રમુખ AHNA એ આ મુદ્દાઓ પર વિગતવાર જણાવ્યું હતું કે સરકારે લગભગ રૂ. 650 કરોડ ની કરોડ કરતા વધારેની બાકી ચૂકવણી તાકીદે કરવી જોઈએ જે ઘણા મહિનાઓથી બાકી છે. લગભગ 50 ટકા રકમ છેલ્લા એક-બે વર્ષથી પેન્ડિંગ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અમો વિનંતી કરીએ છીએ.
લગભગ 500 કરતા વધારે ખાનગી અને ટ્રસ્ટ હોસ્પિટલો છે જે PMJAY દર્દીઓને સેવા પૂરી પાડે છે. હોસ્પિટલો PMJAY યોજના હેઠળ બાકી લેણાં અંગે વીમા કંપનીઓ / PMJAY યોજના સાથે સંબંધિત અધિકારીઓ સાથે વારંવાર નિયમિત ફોલો-અપ લઈ રહી છે, પરંતુ આજ દિન સુધી આ સંદર્ભે કોઈ નક્કર ઉકેલ મળ્યો નથી. આમાં ની કેટલીક હોસ્પિટલો ખરાબ નાણાકીય પરિસ્થિતિમાં છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી MA / PMJAY યોજના માં વીમા કંપની ઓ ને શામેલ કરેલ ત્યારથી વીમા કંપનીઓને PMJAY ની ચૂકવણી અનિયમિત છે.
બેઠક દરમિયાન, આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ ભાઈ પટેલે તાત્કાલિક પગલાં લેવાની અને એસોસિએશનના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રશ્નો ના નિકાલ માટે MA/PMJAY યોજના માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપેલ. આ અંગે વિગતવાર ચર્ચા કરી હોસ્પિટલોના પડતર પેમેન્ટ ના પ્રશ્નો ને પ્રાથમિકતા આપવા અને તાત્કાલિક નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
જો કે, રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ બિનજવાબદાર જણાય છે, અને તેઓ હોસ્પિટલોને ચૂકવણી કરવામાં રસ ધરાવતા હોય તેવું લાગતું નથી. આમાંના કેટલાક સરકારી અધિકારીઓનું આ પ્રકારનું વલણ સરકારની લોકપ્રિય યોજનાને ચાલુ રાખવામાં રસ ધરાવતા ના હોય તેવું જણાઈ રહ્યું છે.
AHNA અનુસાર, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવતું હતું ત્યારે ઘણી ઓછી સમસ્યાઓ હતી. જ્યારથી વીમા કંપનીઓને મેનેજમેન્ટ માટે બોલાવવામાં આવી છે, ત્યારથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ છે.
AHNA એ રાજ્ય સરકારને તાત્કાલિક ચુકવણી કરવા અપીલ કરી છે જેથી હોસ્પિટલો આ દર્દીઓની સારવાર ચાલુ રાખી શકે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે જેથી આ યોજના દ્વારા અમે દર્દીઓને સેવા પુરી પાડવાનું ચાલુ રાખી શકીએ કારણ કે આ યોજના ખરેખર ગરીબ દર્દીઓ માટે ફાયદાકારક છે.
AHNA યોજનાને વધુ પ્રબળ બનાવવા અને લાભાર્થીઓને સારી સેવાઓ પ્રદાન કરવા સરકાર સાથે મળીને કામગીરી કરવા કટિબદ્ધ છે.
