શિક્ષા મંત્રાલય, ભારત સરકારના દ્રારા તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૩ ના ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ’ ને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોઈ તે નિમિત્તે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના સહયોગ થકી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના રાષ્ટ્રીય મહત્વને ધ્યાને લઈ દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ આયોજીત કરવામાં આવેલ છે. માન વડાપ્રધાન દ્વારા ૨૯ જુલાઈના રોજના રોજ નવી દિલ્હી ખાતેથી આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવેલ જેને શાળા કક્ષાએ એસ.એમસીના સભ્યો, વાલીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરીકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર