અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત છે તથા સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે. Abvp વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે છેલ્લા 75 વર્ષથી ચાલતું આવે છે. વિદ્યાર્થી પરિષદની પ્રણાલી મુજબ દર વર્ષે નવી કારોબારીનું નિર્માણ થતું હોય છે જે મુજબ વર્ષ 2023 ની રાજુલા નગરની કારોબારી નોબલ સ્કૂલ ખાતે કરવામાં આવી જેમાં નગર મંત્રી તરીકે દેવાયતભાઈ વાઘ સહમંત્રી તરીકે યુવરાજ ભાઈ ખુમાણ, કુલદીપભાઈ કાતરીયા ભરતભાઈ વાવડીયાની નિમણૂક કરાઈ અને સાથે સાથે વિવિધ આયામો તથા ગતિવિધિઓની જવાબદારીની નિમણૂક પણ કરવામાં આવી. જે તકે અમરેલી જિલ્લા સંયોજક પ્રતિકભાઇ વણઝર હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના હિત માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે પર રહેશે એવું નૂતન નગર મંત્રી દેવાયતભાઈ વાઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે અગામી કાર્યક્રમોની પણ યોજના બનાવવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત છે તથા સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

