Maharashtra

ફિલ્મ વેલકમ ૩માં અક્ષય કુમાર-સંજય દત્ત અને જેકલીન અને દિશા પટાણી સાથે કામ કરશે

મુંબઈ
અક્ષય કુમાર અને પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ ત્રણ કોમિક ફ્રેન્ચાઈઝી – હેરા ફેરી, વેલકમ અને આવારા પાગલ દિવાના- ને ફરી જીવંત કરવા કમર કસી છે. તેમાંથી વેલકમ ૩ને સૌથી પહેલા શરૂ કરવાનો પ્લન છે. વેલકમની આગામી ફિલ્મમાં અનિલ કપૂર અને નાના પાટેકરના સ્થાને સંજય દત્ત તથા અરશદ વારસીને ફાઈનલ કરાયા છે. આ ઉપરાંત બોબી દેઓલ સાથે પણ વાતચીત ચાલતી હોવાનું કહેવાય છે. રિપોર્ટ્‌સ મુજબ, નડિયાદવાલાએ લાંબી મથામણ બાદ લીડ એક્ટ્રેસના રોલમાં જેકલીન ફનાર્ન્ડિઝ અને દિશા પટાણીની પસંદગી કરી છે. દિશા પટાણી અન જેકલીને ફિલ્મ સાઈન કરી લીધી છે. વેલકમની અગાઉની બંને ફિલ્મમાં લીડ એક્ટ્રેસના જીવનની ઉથલપાથલ આસપાસ જ સ્ટોરી ફરતી હોય છે. નવી સીક્વલમાં પણ દિશા અને જેકલીન ઓડિયન્સને કોમેડી અને થ્રિલરના રોલર કોસ્ટરમાં ફેરવતા રહેશે. સોર્સીસના જણાવ્યા મુજબ, વેલકમ ૩ની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને પ્રોડ્યુસર્સે મોટા બજેટની ભવ્ય ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. ફિરોજ નડિયવાદવાલાએ ૯૦ના દસકાના પાંચ મોટા સ્ટાર્સને આ ફિલ્મમાં લેવા માગે છે. જેમાં અક્ષય કુમાર, સંજય દત્ત, સુનિલ શેટ્ટી, અરશદ વારસી અગાઉ નક્કી થયા હતા બોબી દેઓલને વિલનના રોલમાં લેવાની વિચારણા ચાલતી હતી. જાે કે બોબી અને નડિયાદવાલા વચ્ચે સંમતિ ન સધાતા હવે તેઓ અન્ય વિકલ્પ તરફ નજર દોડાવી રહ્યા છે. ફિલ્મમાં ત્રણ લીડિંગ એક્ટ્રેસ નક્કી કરવાની છે અને તેમાંથી બે ફાઈનલ થઈ છે. વેલકમ ફ્રેન્ચાઈઝની અન્ય ફિલ્મોની જેમ નવી સીક્વલમાં પણ લગ્ન બાદ ઊભા થતાં પડકારોને કોમેડી અંદાજમાં રજૂ કરવામાં આવશે. અગાઉની વેલકમ ફિલ્મોનું ડાયરેક્શન અનીસ બાઝમીએ કર્યું હતું. જાે કે વેલકમ ૩માં ડાયરેક્ટર તરીકે અહેમદ ખાનની પસંદગી થઈ છે. તેઓ અગાઉ બાગી ૨ અને બાગી ૩ને ડાયરેક્ટ કરી ચૂક્યા છે. ફિલ્મ માટે ડાયરેક્ટરનું નામ પણ હજુ નક્કી થયું નથી. ફિરોજ નડિયાદવાલાએ જાન્યુઆરી મહિનામાં હેરાફેરી ૩નો પ્રોમો શૂટ કર્યો હતો, જેમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ઝલક જાેવા મળી હતી. જાે કે હેરાફેરી ટાઈટલના માલિકી હક અંગે કાનૂની વિવાદ ઊભો થયો છે. હાલ હેરાફેરી ૩ને હોલ્ડ પર મૂકીને નડિયાદવાલા વેલકમ ૩ને પહેલા ફ્લોર પર લઈ જવાની તૈયારી શરૂ કરી છે. બોબી દેઓલ અને અક્ષય કુમાર અગાઉ હાઉસફુલ ૪માં સાથે કામ કરી રહ્યા છે. હાઉસફુલ૪માં પણ તેઓ સાથે જાેવા મળે તેવી શક્યતા છે. અંધેરી ખાતેના એક સ્ટુડિયોમાં ફિલ્મની સમગ્ર ટીમ સાથે ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર, સંજય દત્ત, દિશા પટણી, જેકલીન ફનાર્ન્ડિઝ, ફિરોઝ નડિયાદવાલા અને અહેમદ ખાન સહિતની ટીમ ફોટોશૂટમાં હાજર હતી. ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ માટે આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *