અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
પશ્ચિમ રેલ્વેએ ચક્રવાત “બિપરજોય” પછી મીટરગેજની 4 ટ્રેનો સહિત વેરાવળ અને પોરબંદરથી દોડતી તમામ ટ્રેનોને પુન: શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના તેમજ વેરાવળ રેલવે સ્ટેશન મેનેજર તરીકે ફરજ બજાવતા આર કે ઠાકુર સાહેબ ના જણાવ્યા મુજબ 17.06.2023 (શનિવાર) થી વેરાવળ અને પોરબંદરથી બ્રોડગેજ પર દોડતી તમામ ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ દોડશે. 17.06.2023 થી મીટરગેજ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા
2. ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી
3. ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ
4. ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી તેમજ બોર્ડગ્રેજ ટ્રેનો વેરાવળ અમદાવાદ વેરાવળ ઓખા વેરાવળ બાન્દ્રા ટર્મિનસ સહિત પોરબંદર રેલવે સ્ટેશન પર થી તેમજ રાજકોટ ના રેલ્વે સ્ટેશન પર થી ઉપડતી ટ્રેન ની સુવિધા ઓ તેના નિર્ધારીત સમયે પ્રમાણે ંમળી શક્શે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર ને જણાવ્યું હતુ