Gujarat

જામનગર જિલ્લાના માછીમારી કરતા તમામ માછીમારોએ આગામી તા.31 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન બોટ સર્વેની કામગીરી કરાવવાની રહેશે

જામનગર જિલ્લાના માછીમારી કરતા તમામ માછીમારો માટે મત્સ્યોધોગ નિયામકશ્રી,
ગાંધીનગરના આધાર-1 મુજબનો પત્ર તથા નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, વેરાવળના આધાર-2 મુજબના પત્રથી
અત્રેની કચેરીથી થયેલી સુચના મુજબ જામનગર જિલ્લાની તમામ મત્સ્ય બોટોનો ઓનલાઈન સર્વે કરવાની કામગીરી
ગત તા.15 જુલાઈથી શરુ કરીને તા.31 જુલાઇ સુધીમાં પૂર્ણ કરવાની સૂચના હતી.
જે સમયગાળામાં આધાર-4 મુજબના પરિપત્રથી વધારો કરીને આગામી તા.31 ઓગસ્ટ સુધીમાં આ ઓનલાઈન
કામગીરી પૂર્ણ કરવાની રહે છે. જેથી, જામનગર જિલ્લાના તમામ બોટ માલિકોને જણાવવામાં આવે છે કે, ઉક્ત
સમયગાળામાં તમામ બોટ માલિકોએ ફરજિયાતપણે પોતપોતાની બોટોનો ઓનલાઈન સર્વે કરાવી લેવાનો રહેશે. આ
સમયગાળો પુર્ણ થયા બાદ કોઈપણ બોટનો ઓનલાઈન સર્વે કરવામાં આવશે નહીં.
જેની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, માછીમાર એસોસીએશનના હોદ્દેદારો, માછીમાર આગેવાનો, નાત
પટેલો તથા તમામ માછીમાર બોટ માલિકોને જાણ કરવામાં આવે છે, અને ઉપરોક્ત બાબતની બહોળી પ્રસિદ્ધિ
કરાવવા અંગે જણાવવામાં આવે છે. ઉક્ત કામગીરી સુનિશ્ચિત સમય મર્યાદામાં કરવાની થતી હોય, તમામ બોટ
માલિકોને સહકાર આપવા માટે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *