Gujarat

ખાંભા તાલુકાના 57 ગામોની તમામ ખાનગી શાળાઓ અને સરકારી શાળામાં વિશ્વ સિંહ દિવસ ઉજવણી અવસરે રેલી સહિતના કાર્યક્રમો ના કરાયેલા આયોજન  ખાંભા શહેરની જે, એન મહેતા હાઈસ્કૂલમાં ખાંભા ની તમામ શાળાઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વિશાળ રેલી શહેરમાં કાઢી હાઇસ્કુલમાં કાર્યક્રમ યોજાયો

વિક્રમ સાખટ રાજુલા
ખાંભાના 57 ગામોની તમામ સરકારી ખાનગી શાળાઓ અને જે એન મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ સિંહ દિવસ ની આનબાન અને શાન થી ઉજવી સિંહ બચાવોનો સંદેશ આપ્યો
ખાંભા જૈન મહેતા હાઈસ્કૂલ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કરાયેલા આયોજનમાં ખાંભાની હાઇસ્કુલ સરકારી તમામ કુમાર ,કન્યાશાળાઓ તેમજ ગુરુકુળ શાળા, ક્રિષ્ના સ્કૂલના 1500 વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ સિંહના મોહરા પહેરી વિશાળ રેલી સ્વરૂપે ખાંભા ની મેન બજાર ભગવતીપરામાં ફરી હાઈસ્કૂલના વિશાળ હોલમાં સભા સ્વરૂપે ફેરવાયેલ
આ અવસરે આરએફઓ રાજલબેન પાઠક, બાબાભાઈ ખુમાણ, અરવિંદ ચાવડા ,બીઆરસી મેહુલ કાચા, મલાઈવ વ્યાસ, હાઈસ્કૂલ ના બે વિદ્યાર્થીઓ યે પ્રસંગોચિત વક્તવ્ય આપેલ પ્રિન્સિપાલ સતાસિયા સાહેબ દ્વારા સુંદર આયોજન કરાયેલ આ કાર્યક્રમનું સંચાલન અજીતસિંહ ગોહિલ એ કરેલ
વિશ્વ સિંહ દિવસ અવસરે ખાંભાના ગીરકાંઠાના ભાણીયા ગામે સરપંચ ભમ્મર દ્વારા તેમજ દલડી ગામે પ્રાથમિક શાળા દ્વારા રેલી સહિતના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *