Gujarat

કુમારિકાઓ દ્વારા યોજાયેલ કળશ યાત્રામાં સૌ નગરજનોએ ઉમંગભેર સહભાગી થઈ કાર્યક્રમની ઉજવણી કરી

સિક્કા નગરપાલિકા વિસ્તારમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં
આવી હતી. સિક્કાના સૌ નગરજનોએ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશના વિરો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વિવિધ
તબક્કામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સિક્કા નગરપાલિકા કચેરી સામે આવેલ સિક્કા તળાવ ખાતે શિલાફલકમ માટે તકતી સ્થાપિત
કરવામાં આવી હતી જેનુ રંગોળી, દીપ અને ફૂલોથી સુશોભન કરવામાં આવેલ. આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને
માટીના કળશની પૂજા કરવામાં આવેલ અને પાંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સિક્કામાં વસવાટ કરતા સશસ્ત્ર સીમા
બલના નિવૃત જવાન શ્રી અતુલકુમાર મુળજીભાઈ રૂપાપરાને મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ અને
સિક્કા નગરપાલિકા સંચાલિત સિક્કા માધ્યમિક શાળા ખાતે આમંત્રિત મહેમાન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલ. સિક્કા
માધ્યમિક શાળા ખાતે આમંત્રિત મહેમાનો સમક્ષ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે વકતૃત્વ સ્પર્ધા તથા
નિબંધલેખનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી, આમંત્રિત મહેમાનો, ઉપસ્થિત અધિકારીશ્રીઓ,
પદાધિકારીશ્રીઓ, કર્મચારીગણ, વિદ્યાર્થીઓ, પોલીસના જવાનો, એનસીસી કેડેટ્સ તેમજ સિક્કા નગરજનો દ્વારા ધ્વજવંદન
અને રાષ્ટ્રગાન કરી ભાવવંદના કરવામાં આવેલ. સિક્કા માધ્યમિક શાળા ખાતેથી કુમારિકાઓ દ્વારા માથા પર કળશ ધરી યાત્રાની
કળશ યાત્રાની શરૂઆત કરેલ અને સર્વિસ ચોકથી પરત સિક્કા નગરપાલિકા કચેરી સુધી આ યાત્રા યોજવામાં આવેલ. જેમાં સૌ
નગરજનોએ હર્ષોલ્લાસથી ભાગ લઈ કાર્યક્રમની ઉજવણી કરી હતી.

5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *