Gujarat

રાજ્યસભા ચૂંટણી માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ વિજેતા

ગાંધીનગર
ગુજરાત રાજ્યસભા ચૂંટણી માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. ૨૦ જુલાઈથી શરૂ થનારા સત્રમાં આ ત્રણેય સાંસદની શપથવિધિ થશે.રાજ્યસભાની ૧૦ બેઠકો માટે યોજાનાર ચૂંટણીનુ સત્તાવાર પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપે ત્રણ બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. ગુજરાતમાંથી રાજયસભાની ત્રણ બેઠકો ઉપર ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે. જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ કરશે. આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો આખરી દિવસ હતો. પરંતુ ગુજરાતમાંથી ભાજપના એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા સામે કોઈ જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ના હોવાથી, ત્રણેય ઉમેદવારોના ઉમેદવારીપત્રો માન્ય રહેવાની સાથે જ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૦ બેઠક માટે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે ૧૭મી જુલાઈના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો દિવસ હતો. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે, એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલ, રધુ હૂંબલ તથા પ્રેરક શાહે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જાે કે, રાજકીય પક્ષના સત્તાવાર ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ માન્ય રહેવાની સાથે જ, તે જ પક્ષના ડમી ઉમેદવારોના ઉમેદવારીપત્ર અમાન્ય ઠરતા હોય છે. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો દિવસ હોવાથી ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે કોઈ જ અન્ય ઉમેદવાર ના હોવાથી, વિદેશ પ્રધાન એસ. જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા, આજે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જાે કે, આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે. ગુજરાતમાંથી બિનહરીફ વિજેતા થયેલ ત્રણેય ઉમેદવારો, સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાના સાંસદ તરીકેની શપથ લેશે. ગુજરાતમાંથી રાજ્યસભાના જે ત્રણ સભ્યોની બેઠક ખાલી પડી છે તે એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની સાંસદ તરીકેની ટર્મ ૧૮ ઓગસ્ટ સુધી છે. તેથી તેમના સ્થાને ચૂંટાયેલા એસ જયશંકર, બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા ચોમાસુસત્રમાં નવા ચૂંટાયેલા સાંસદ તરીકેના શપથ લેશે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *